Empowerment
સશક્તિકરણ
સશક્તિકરણનો જો યોગ્ય ઉપયોગ કરવમાં આવે તો તે અસંખ્ય લોકોની જિંદગી બદલી શકે છે.

સશક્તિકરણનો (Empowerment) અર્થ છે, જીવનનો માર્ગ પસંદ કરવાની સ્વતંત્રતા અને સ્વાયત્તતા. તેમાં આત્મવિશ્વાસ કેળવી, રુચિ અનુસરવા, ક્રિયાઓની જવાબદારી લઇ, અધિકાર ભોગવવાનો હોય છે. તે એનો પણ સમાવેશ કરે છે કે, જેમણે તેમની શક્તિઓ ઓળખી નથી, તેમને શક્તિઓ ઉજાગર કરવા, રસ્તો બતાવવો, જેથી તેઓ જીવનનો સદુપયોગ કરી શકે.
આનંદની નથી કમાણી કરી શકાતી, કે તેનો ઉપભોગ. તે દરેક ક્ષણને પ્રેમ, કૃપા અને કૃતજ્ઞતા સાથે જીવવાનો આધ્યાત્મિક અનુભવ છે. તે એક પ્રવાસ છે, અને તેના પ્રેમમાં પડવું તે એક શાશ્વત અનુભવ છે. જો કે, આનંદની શોધનો સૌથી પડકારજનક ભાગ તેનામાં શ્રધ્ધા રાખવી તે છે. જો તમે શ્રધ્ધા રાખી, તેને શોધવાની અદમ્ય ઈચ્છા રાખો, તો જીવનના ઉચ્ચ આયામોને સ્પર્શી શકો છો. આ, 3Ps, વ્યક્તિ (Person), લોકો(People) અને પૃથ્વી ગ્રહ (Planet Earth) સાથે જોડાવા, પહેલ કરી ‘સ્વ’ને સશક્ત કરવા તરફનું પગલું છે, જેમાં શાંતિ, ધીરજ, નમ્રતા, કરુણા અને કૃતજ્ઞતાની અપેક્ષા રહે છે.
દરેક માનવ જીવન ઘણી બધી શક્યતાઓથી ભરેલ હોય છે. પણ મોટાભાગના લોકો તેમના જીવનની શક્યતાઓને ઉજાગર કર્યા વિના અહીંથી વિદાય થઇ જાય છે. એટલે મળેલ અમૂલ્ય માનવજીવનનું સશક્તિકરણ કરવામાં આવે તો તે જીવનના પરિમાણોનું અન્વેષણ કરી સુંદર બની શકે છે.
આત્માનું મિશન તો પ્રાપ્ત થયેલ અમૂલ્ય જીવનને આનંદમાં જીવી તેની ઉન્નતી સાધવાનું છે, જે માટે સૌ આત્માઓ આ ગ્રહ પર અવતરે છે. પણ કૌટુંબિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક વ્યવસ્થાઓ ઘણી વાર અડચણરૂપ બને છે. ખરેખર તો આ બધી વ્યવસ્થાઓ 'આનંદ-કેન્દ્રિત ઉર્જાસભર સામાજિક ઇકોલોજી' ઉભી કરવમાં સહાયક નીવડવી જોઈએ, જેથી પ્રત્યેક માનવજીવન સારું સ્વાસ્થ્ય જાળવી, જરૂરી સુખ સગવડો ભોગવી, આનંદમાં જીવી તેના આત્માની ઉન્નતિનું ધ્યેય હાંસલ કરી શકે. પરમ કૃપાળુ પરમાત્મા પણ આપણા સૌની પાસેથી આ જ અપેક્ષા રાખે છે કે, આપણે 'આનંદ-કેન્દ્રિત ઉર્જાસભર સામાજિક ઇકોલોજી' ઉભી કરવમાં પાઈ-વ્યક્તિ બની સહાયક બનીએ. આ માટે સ્વને નીચેની બાબતોથી સશક્ત કરવી જોઈએ.
-
જીવન પ્રત્યે અખંડિતતા. (Integrity towards life)
-
સારા જીવનને આકર્ષવા માટે વિપુલતાની માનસિકતા. (An Abundance Mindset to Attract a good life)
-
વિશ્વને બહેતર બનાવવાનું વલણ. (Attitude to Better the World)
-
પડકારોનો સામનો કરવા સહયોગી ભાવના. (Collaborative Spirit to face the challenges)
-
માનવતાને સમૃદ્ધ બનાવવા માટે કરુણા. (Compassion to Enrich humanity)
-
સાચા આનંદની અનુભૂતિ માટે કૃતજ્ઞતા. (Gratitude to Realize true joy)
-
કુદરતી આનંદ શોધવા શાણપણ. (Wisdom to Quest natural joy)
ઉપરોક સાત બાબતો વિશે સુંદર વર્ણન સંભાળવા અહીં ક્લિક કરો