top of page

​આ સાહિત્યના સર્જન વિશે  

​આનંદની સર્વસ્વીકૃત વ્યખ્યા, ન તો શબ્દકોશમાં કે મનોવિજ્ઞાનમાં છે, તેથી મોટાભાગના આનંદને સુખ / ખુશી કે મઝાનો પર્યાય માને છે. પણ આનંદને તો અંદરથી અનુભવવાનો હોય છે. આનંદની સર્વસ્વીકૃત પરિભાષા ન હોવાથી તેના વિશે મનોવિજ્ઞાનમાં પણ જૂજ સંશોધનો થયા છે. એટલે આનંદ વિષય પર લખવું એક પડકાર છે, જે સ્વીકારી તેના  વિશે લખાવનું મેં નક્કી કર્યું અને કેટલાય દિવસ મનોમંથન કાર્ય પણ લખાવની દિશા જ પકડાતી ન હતી. ​આમ કેટલાયે દિવસ પસાર થયા પછી ધીરે ધીરે આનંદના સાહિત્યને પાંચ વિભાગમાં રજુ કરવું તે સ્પષ્ટતા ઉભી થઇ, અને દરેક વિભગના પ્રકરણના શીર્ષક પણ નિર્માણ થતા ગયા. મને લાગ્યું કે જ્યારે આપણે કોઈ સારો વિચાર મનમાં ઉભો કરી કંઇક કરવા માંગીએ છીએ, ત્યારે ભ્રમાંડ આપણા વિચારોને સાંભળે છે, અને આકાશિક બુદ્ધિ (Akashic Intelligence) આપણને માર્ગદશન આપે છે. જે મેં મારા જીવનમાં કેટલીયવાર અનુભવ્યું છે. આ સાહિત્યના નિર્માણ માટે મહાન સંતો, ઉમદા લોકો, મારા ગુરુજીઓ અને મારા માતા-પિતાનાની વાતોમાંથી મને લખવાની પ્રેરણા મળી.  

વિભાગ – ૧ 

અહીં આપણે ટૂંકી મુસાફરીએ આવ્યા છીએ.

1. બહુ મોડું થાય તે પહેલાં જાગો!

2. સુખી મૃત્યુ માટે યોગ્ય તૈયારી જરૂરી છે.

વિભાગ - ૨ 

આનંદ વિશેની સમજ જરૂરી છે.

1. ‘આનંદ' - કોસ્મોસનું ઊંડું રહસ્ય છે.

2. મઝા, સુખ અને આનંદ વચ્ચેના તફાવતને સમજો.

3. આનંદના અવરોધો.

વિભાગ - ૩ 

આનંદ માટે માનસિક તૈયારી.

1. જીવન પ્રત્યેનો દૈવી પ્રતિભાવ એ આનંદ છે.

2. પ્રસન્ન થાઓ, દૈવી તમારામાં મૂર્તિમંત છે.

3. જીવનના દિવ્ય શિલ્પકાર બનો.

4. આનંદને ઉત્પ્રેરિત કરવા, પાઈ-વ્યક્તિ બનો.

5. સ્વયંના ગુપ્ત બગીચાના મનમોહક માળી બનો.

વિભાગ - ૪:

જીવન જીવવાની સ્પષ્ટતા કેળવો.

1. વધુ સારી સમજ માટે સમગ્રતાને સમજો.

2. શ્રેષ્ઠતા દર્શાવવા, જીવનની વિરલતાને સમજો.

3. પસંદગીના વિરોધાભાસને સમજી, પસંદગીયુક્ત બનો.

4. ઈચ્છાઓને સમજી, જીવન સંતુલિત બનાવો.

5. કર્મોની ગૂંચ કાઢવા, કર્મને સમજો.

વિભાગ – ૫:

આનંદ માટે ૭ આવશ્યક બાબતો.

આનંદમાં જીવવા, સ્વયંને સશક્ત કરો.

1. જીવન પ્રત્યેની અખંડિતતાને સશક્ત કરો.

2. સારુ આકર્ષવા, વિપુલતાની માનસિકતા સશક્ત કરો.

3. ભલાઈ દાખવવા, યોગદાનના વલણને સશક્ત કરો.

4. પડકારોનો હલ કરવા, સહયોગી વલણને સશક્ત કરો.

5. માનવતાને સમૃદ્ધ કરવા, કરુણાને સશક્ત કરો.

6. આનંદમાં જીવવા, કૃતજ્ઞતાને સશક્ત કરો.

7. શાશ્વત આનંદ માટે શાણપણને સશક્ત કરો.

Pi_edited.jpg
bottom of page